About Sabhaya Parivar

  • સભાયા પરિવાર મા આપ સૌ નું હાર્દિક સ્વાગત છે. પરિવાર એટલે બધા સાથે મળી ને રહેવું એટલુ જ નહિ પણ તેમાં વિશ્વાસ, પ્રેમ,લાગણી,માન,સન્માન,સમજણ અને સાથ મહત્વનો છે.
  • પરિવાર એ જીવન નું એક મહત્વનું પાસું છે. જે આજ ના સમાજ સામે જીવન જીવવાની અને લડવાની તાકાત આપે છે તેનું મુખ્ય કારણ આપના પરિવાર નું આપની પાછળ નું પીઠબળ હોય છે. પણ એ ત્યારે જ શક્ય બને જયારે આપનો પરિવાર આપની સાથે હોય.
  • સભાયા પરિવાર નો મુખ્ય હેતુ જ એ છે કે પરિવાર નો દરેક સભ્ય આજ ના સમાજ સામે લડી શકે અને સિહ ની જેમ મજબુત બને અને કોઈ પણ ડર અને મુસીબત ને માત મારીને પોતાના મુકામ ને હાંસલ કરી શકે જેના માટે પરિવાર હમેશા તેમની સાથે રહેશે પણ તેના માટે આપને આપણા પરિવાર નો વારસો જાળવી રાખવો ખુબ જરૂરી બને અને નવી પેઢી ને આપણો વારસો અને પરિવાર નું સમજણ આપીએ અને તેનું મહત્વ સમજાવીએ. આપને આપણા પરિવાર ની જ સમજણ નહિ હોય તો આપને આપણા પરિવાર નો વારસો જ ખોઈ બેસીશું.
  • આપણે બધા ખુશ નશીબ છીએ કે આપણે એક સારા પરિવાર મા જન્મ મળ્યો છે જે એક સારા વ્યક્તિ બનવા માટે ને આપનો મુકામ હાંસલ કરવા ખૂબ જરૂરી છે.
  • “સાવરણી બાંધેલી હોય ત્યારે જ કચરો સાફ કરી શકાય છે પરંતુ છૂટી પડી જાય ત્યારે ખુદ જ કચરો બની જાય છે. માટે પરિવાર થી બંધાયેલ રહેવું ખુબ જ જરૂરી છે. અને આપની નવી પેઢી ને પણ આપને તેનું મહત્વ સમજાવવું જોઈએ.”

“શરીર શ્વાસ થી ચાલે…

પરિવાર વિશ્વાસ થી ચાલે…”

Gallery